ભરૂચ : જંબુસર નગરમાં ડમ્પર ચાલકે ટક્કર મારતા બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત, પોલીસે વધુ તપાસ હાથ ધરી...

ડમ્પર ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી લાવી બાઇક સવાર ચાલકને અડફેટમાં લીધો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, ડમ્પરની ટક્કરે બાઇક સવાર વ્યક્તિનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું

New Update
  • જંબુસર નગરમાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી

  • જંબુસરની સેન્ટર પ્લાઝા ચોકડી નજીક સર્જાયો હતો અકસ્માત

  • ડમ્પર ચાલકે અડફેટમાં લેતા બાઇક સવારનું ઘટનાસ્થળે મોત

  • અકસ્માતના પગલે લોકોએ જંબુસર પોલીસ મથકમાં જાણ કરી

  • પોલીસે અકસ્માતે મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં ડમ્પર ચાલકે ટક્કર મારતા બાઈક ચાલકનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું હતું. ભરૂચ જિલ્લામાં દિન પ્રતિદિન અકસ્માતોની વણઝાર વચ્ચે કેટલાક લોકોને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છેત્યારે ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે.

મળતી માહિતી અનુસારજંબુસર નગરની સેન્ટર પ્લાઝા ચોકડી નજીક ડમ્પર નં.GJ-16-AV-7333ના ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી લાવી બાઇક નં.GJ 16CL 0802 પર સવાર ચાલકને અડફેટમાં લીધો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કેડમ્પરની ટક્કરે બાઇક સવાર વ્યક્તિનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

બનાવના પગલે આસપાસના લોકો ટોળે વળ્યા હતાજ્યારે ઘટનાની જાણ થતા જંબુસર પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસ તપાસમાં મૃતક વ્યક્તિ રાજેન્દ્રસિંહ સિંધા હોવાનું જાણવા મળ્યું છેત્યારે પોલીસે અકસ્માતે એક વ્યક્તિનું મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

અંકલેશ્વર: નર્મદા નદીમાં 5 યુવાનો ભરતીના પાણીમાં ફસાતા સ્થાનિક નાવિકોએ જીવ બચાવ્યો, બોટમાં કરી રહ્યા હતા ધીંગામસ્તી

અંકલેશ્વર તરફ નર્મદા નદીના કિનારે પાંચ જેટલા યુવાનોને સેલ્ફી અને ધીંગા મસ્તી કરવી ભારે પડી હતી અચાનક જ ભરતીના પાણી ફરી વળતા 5 જેટલા યુવાનો ફસાયા હતા

New Update
  • અંકલેશ્વર નજીક નર્મદા નદીનો બનાવ

  • નર્મદા નદીમાં 5 યુવાનો ફસાયા

  • ભરતીના પાણીમાં ફસાયા

  • સ્થાનિક નાવિકોએ બચાવ્યો જીવ

  • બોટમાં કરી રહ્યા હતા ધીંગામસ્તી

અંકલેશ્વર તરફ નર્મદા નદીના કિનારે પાંચ જેટલા યુવાનોને સેલ્ફી અને ધીંગા મસ્તી કરવી ભારે પડી હતી અચાનક જ ભરતીના પાણી ફરી વળતા 5 જેટલા યુવાનો ફસાયા હતા જેમને સ્થાનિક નાવિકોએ બહાર કાઢી જીવ બચાવ્યો હતો.

અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવવાના કિસ્સા યથાવત છે ત્યારે કેટલાક યુવાનોની જોખમી સેલ્ફી અને ધીંગા મસ્તીનો બનાવ સામે આવ્યો છે. રવિવારની સાંજે કેટલા યુવાનો નર્મદા નદી કિનારે અંકલેશ્વર તરફ પહોંચ્યા હતા જ્યાં લંગારેલી બોટમાં તેઓ સેલ્ફી અને ધીંગામસ્તી કરી રહ્યા હતા. જો કે ભરતીના પાણી આવતા બોટ પાણી વચ્ચે ફસાઈ ગઈ હતી અને યુવાનોના પણ જીવ પડીકે બંધાઈ ગયા હતા.

આ અંગેની જાણ થતાં જ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ અન્ય નાવિકોને જાણ કરતા તેઓ પહોંચ્યા હતા અને નાવિકોએ નદીના પાણીમાં તરી નાવડી સાથે 5 જેટલા યુવાનોને બહાર કાઢી તેમનો જીવ બચાવ્યો હતો. આ અંગે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે  નર્મદા નદીના ગોલ્ડન બ્રિજના અંકલેશ્વર તરફ રવિવાર અને રજા સહિતના દિવસોમાં મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી પડે છે છતાં તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવતી નથી ત્યારે મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ એ પ્રશ્ન ઉઠી રહ્યો છે.