New Update
/connect-gujarat/media/media_files/2025/07/01/rajpardi-accident-2025-07-01-13-37-37.jpeg)
ભરૂચના રાજપારડી નજીકનો બનાવ
ભૂંડવા ખાડીના બ્રિજ પર અકસ્માત સર્જાયો
બે બાઈક વચ્ચે અકસ્માત
એક બાઈકચાલક બ્રિજ નીચે પટકાયો
ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા
ભરૂચના રાજપારડી નજીક ભૂંડવા ખાડીના પુલ પર 2 બાઈક સામસામે ભટકાતા સર્જાયેલ અકસ્માતમાં એક બાઈકચાલક પુલ નીચે ખાબકતા દોડધામ મચી જવા પામી હતી.
ભરૂચના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક ભુંડવા ખાડીના પુલ પર બે બાઈકો સામસામે ભટકાતા એક બાઈક સવાર બાઈક સાથે પુલ પરથી નીચે પટકાયો હતો જ્યારે અન્ય એક બાઈક સવાર ઇજાગ્રસ્ત થયો હતો.બંને ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો અંકલેશ્વરથી ઉમલ્લા સુધીનો માર્ગ બિસ્માર હોવાના કારણે કેટલાક વાહન ચાલકો રોંગ સાઇડ વાહન ચાલવા મજબૂર બન્યા છે જેના કારણે અકસ્માતોના પ્રમાણમાં વધારો થયો છે. રાજપારડી નજીક ભૂંડવા ખાડીના પુલ પર અકસ્માતના કારણે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.