ભરૂચ અંકલેશ્વરમાં શિયાળાનું બિલ્લીપગે આગમન, ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ

નવેમ્બર મહિનાની શરૂઆત સાથે ભરૂચ અને અંકલેશ્વરમાં શિયાળાનું ઢીમા પકડે આગમન થઈ રહ્યું છે સવારના સમયે ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ શહેરીજનો કરી રહ્યા છે.

New Update

નવેમ્બર મહિનાની શરૂઆત સાથે ભરૂચ અને અંકલેશ્વરમાં શિયાળાનું ઢીમા પકડે આગમન થઈ રહ્યું છે સવારના સમયે ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ શહેરીજનો કરી રહ્યા છે.

ગુજરાતી હિન્દુ કેલેન્ડર અનુસાર નવા વર્ષે એટલે કે કારક મહિનાની શરૂઆતથી ઠંડીની શરૂ થાય છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ અગાઉ નવેમ્બર માસથી ઠંડીની શરૂઆત થશે તેવી માહિતી પ્રસારિત કરવામાં આવી હતી. જેને પગલે છેલ્લા બે દિવસથી ગુજરાત રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન સામાન્યથી નજીક પહોંચ્યું છે. તથા છેલ્લા કેટલાક દિવસોની સરખામણીએ દિવસ અને દિવસે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.
ભરૂચ સહિતના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન ઘટતા શિયાળાની શરૂઆત થઈ હોય તેવો અનુભવ શહેરીજનોને થઈ રહ્યો છે. આ સાથે જ મહત્તમ તાપમાનમાં પણ એકથી બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે. ભરૂચ અને અંકલેશ્વરમાં સવારના સમયે ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે તો મોડી રાત્રે પણ ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે જોકે બપોરના સમયે ગરમી અનુભવાતા બેવડી ઋતુનો પણ અહેસાસ થઈ રહ્યો છે.
Latest Stories