ભરૂચ: અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે ભાજપ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય અટલબિહારી વાજપેયીની જન્મજયંતી નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • ભાજપ દ્વારા કાર્યક્રમનું આયોજન

  • અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

  • અટલજીના કાર્યોને યાદ કરાયા

  • ભાજપના આગેવાનો કાર્યકરો જોડાયા

તારીખ 25 ડિસેમ્બર, ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન સ્વ. અટલબિહારી વાજપેયીજીની જન્મજયંતિ તેમજ સુશાસન દિવસની ઉજવણી નિમિતે ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત સ્વ. અટલબિહારી વાજપેયીજીના પ્રતિમાચિત્ર સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી.
આ અવસરે ઉપસ્થિત પદાધિકારીઓએ અટલજીના જીવનપ્રસંગો, તેમની રાજકીય દ્રષ્ટિ અને દેશના વિકાસ માટે આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કર્યા હતા.સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે, અટલબિહારી વાજપેયીજી દ્વારા અપાયેલા સુશાસનના સિદ્ધાંતો, પારદર્શક વહીવટ અને જનહિતલક્ષી નીતિઓ અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. સદર કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ જીગ્નેશ મિસ્ત્રી સહિતના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories