ભરૂચ : વેજલપુર બંબાખાના CNI ચર્ચની 125મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે રક્તદાન શિબિર યોજાઈ

CNI ચર્ચે તેની 125મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી,આ પ્રસંગે ચર્ચ દ્વારા મેડિકલ સન્ડેનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં સભ્યોએ રક્તદાન કર્યું

New Update
  • CNI ચર્ચની 125મી વર્ષગાંઠની ઉજવણી

  • ચર્ચ દ્વારા કરાયું મેડિકલ સન્ડેનું આયોજન

  • ચર્ચના સભ્યોએ કર્યું રક્તદાન

  • રેડ ક્રોસ બ્લડ બેંકના સહયોગથી યોજાઈ રક્તદાન શિબિર

  • ચર્ચ કમિટીના સભ્યોએ કર્યું રક્તદાન 

ભરૂચના વેજલપુર બંબાખાના વિસ્તાર સ્થિત CNI ચર્ચે તેની 125મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી,આ પ્રસંગે ચર્ચ દ્વારા મેડિકલ સન્ડેનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં સભ્યોએ રક્તદાન કર્યું હતું.

ભરૂચના વેજલપુર બંબાખાના વિસ્તાર સ્થિત CNI ચર્ચે તેની 125મી વર્ષગાંઠની ઉજવણીના કરવામાં આવી હતી,આ પ્રસંગે ચર્ચના પ્રેસબીટર ઇન્ચાર્જ  રેવ.કિશન વસાવાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ચર્ચની કમિટી તેમજ મંડળીના ભાઈઓ અને બહેનોએ ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલમાં આવેલી રેડ ક્રોસ બ્લડ બેંકમાં રક્તદાન કર્યું હતું. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ કોઈપણ અકસ્માત કે ઇમરજન્સીના સમયે જરૂરિયાતમંદ દર્દીઓને સરળતાથી રક્ત ઉપલબ્ધ કરાવવાનો છે. 

125 વર્ષની ગૌરવશાળી યાત્રાની ઉજવણી માટે ચર્ચના સભ્યો અને કમિટી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છેજેમાં આ રક્તદાન શિબિર એક મહત્વપૂર્ણ કડી બની રહી છે. આ પહેલથી ચર્ચે સમાજસેવા અને માનવ કલ્યાણ ક્ષેત્રે એક નવું પરિમાણ ઉમેર્યું છે.

Latest Stories