અંકલેશ્વર: યુવા મિત્ર મંડળ દ્વારા રકતદાન શિબિરનું આયોજન કરાયુ, 100 યુનિટ રક્ત એકત્રિત કરાયુ

શ્રી યુવા મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા દર ત્રણ મહિને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે માનવ મંદિર સ્થિત હૉલ ખાતે 73મો સ્વૈચ્છીક રક્તદાન કેમ્પ યોજાયો

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • યુવામિત્ર મંડળ દ્વારા રક્તદાન શિબિર યોજાય

  • દર ત્રણ મહિને યોજાય છે રક્તદાન શિબિર

  • રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન

  • સભ્યો અને આમંત્રિતો રહ્યા ઉપસ્થિત

શ્રી યુવા મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા સ્વૈચ્છીક રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. યુવા પેઢી રક્તનું મૂલ્ય સમજે અને રક્તદાન કરતાં થાય તે માટે શ્રી યુવા મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા દર ત્રણ મહિને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે માનવ મંદિર સ્થિત હૉલ ખાતે 73મો સ્વૈચ્છીક રક્તદાન કેમ્પ યોજાયો હતો.
જેમાં સમાજના સભ્યોએ ઉત્સાહ ભેર રક્તદાન કર્યું હતું. દિવસ દરમિયાન 100થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમ્યાન શ્રી યુવા મિત્ર મંડળના  કાંતિભાઈ દુધાત,ધર્મેશ ડોબરીયા,મયુર કોટડિયા,પ્રદીપ માલવીય, મહેશ સબાલપરા સહિતના સભ્યો  ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories