ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજીત BPL સીઝન-4નું આયોજન, 8 ટીમના માલિકો દ્વારા ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા યોજાય...

ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજીત ભરૂચ પ્રિમિયર લીગ સીઝન-4 માટે 8 ટીમના માલિકો દ્વારા ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા ભરૂચ શહેરના મયુરી સ્ક્વેર ખાતે યોજાય હતી.

New Update
a
Advertisment

ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજીત ભરૂચ પ્રિમિયર લીગ સીઝન-4 માટે 8 ટીમના માલિકો દ્વારા ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા ભરૂચ શહેરના મયુરી સ્ક્વેર ખાતે યોજાય હતી.

ભરૂચ જિલ્લાના શહેર અને ગ્રામ્ય કક્ષાના ખેલાડીઓને ક્રિકેટના મેદાનમાં રમવા માટે એક નવું પ્લેટફોર્મ મળી રહે તે માટે ભરૂચ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન હમેશા પ્રયત્નશીલ રહે છે. જેના ભાગરૂપે છેલ્લા 3 વર્ષથી ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા ભરૂચ પ્રીમિયમ લિંગ સિઝનનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આ વર્ષે પણ ભરૂચ પ્રિમિયર લીગ સીઝન-4નું આયોજન કરવામાં આવ્યું છેત્યારે ભરૂચના નિશાંત મોદી એમ-11મયુરીભજ્જુવાલા યુથ વોરિયર્સજોલવા નસીબ સ્ટાર્સપ્રેરણા સુપર નાઈટગુજરાત લાયન્સડ્યુરાકોન ડિસ્ટ્રોયર,વાગરા વોરિયર્સના ટીમના માલિકોની હાજરીમાં ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં સૌપ્રથમ 8 ટીમના માલિકો પૈકી પ્રથમ ચિઠ્ઠી નાખીને આઇકોન ખેલાડીની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

તમામ ટીમના માલિકોએ પોતાના આઈકોન ખેલાડીઓની એક પછી એક પસંદગી કરી હતી. ભરૂચ પ્રિમિયર લીગ સીઝન-4માં ભરૂચ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલભરૂચનું ગૌરવ એવા ઇન્ટરનેશનલ ખેલાડી મુનાફ પટેલ પણ ખિલાડીઓને માર્ગદર્શન પૂરું પાડી પ્રોત્સાહિત કરવાની ભૂમિકા અદા કરશે. આ ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા ભરૂચની મયુરી સ્ક્વેર ખાતે કરવામાં આવી હતી. જેમાં ભરૂચ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનના ઇસ્માઇલ મતદારઇસતિયાક પઠાણવિપુલ ઠક્કર સહિતના સભ્યો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories