ભરૂચ: આમોદ જંબુસર વચ્ચે ઢાઢર નદી પરનો બ્રિજ આજથી 3 દિવસ બંધ, સ્થાનિકોને ભારે હાલાકી

બ્રિજ બંધ થતા જંબુસર તરફ જતાં લોકોને ત્રણ-ત્રણ કિલોમીટર ચાલીને બ્રિજ પાર કરવો પડી રહ્યો છે. રસ્તો બંધ હોવાથી વાહનો એક છેડેથી આગળ જઈ શકતા નથી

New Update
  • ભરૂચના આમોદ જંબુસર વચ્ચે મહત્વનો બ્રિજ

  • ઢાઢર નદી પરનો બ્રિજ બંધ

  • આજથી 3 દિવસ બ્રિજ બંધ રહેશે

  • સમારકામ અને ચકાસણી અર્થે બ્રિજ બંધ

ભરૂચના આમોદ જંબુસર વચ્ચે ઢાઢર નદીનો બ્રિજ ત્રણ દિવસ માટે બંધ કરવામાં આવતા હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ભરૂચના આમોદ જંબુસર વચ્ચે નેશનલ હાઇવે 64 પરનો ઢાઢર નદીનો બ્રિજ ચકાસણી અને સમારકામ અર્થે વહીવટી તંત્ર દ્વારા આગામી ત્રણ દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે.
બ્રિજ બંધ થતા જંબુસર તરફ જતાં લોકોને ત્રણ-ત્રણ કિલોમીટર ચાલીને બ્રિજ પાર કરવો પડી રહ્યો છે. રસ્તો બંધ હોવાથી વાહનો એક છેડેથી આગળ જઈ શકતા નથી, જેના કારણે મુસાફરોને એક છેડે ઉતરીને બ્રિજ પગપાળા પાર કરવો અને બીજા છેડે ફરી વાહન પકડવાનું  કામ કરવું પડી રહ્યું છે.
સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે બ્રિજની ચકાસણી માટે બંધની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ સ્થળ પર કોઈ જવાબદાર અધિકારી દેખાયા નથી અને વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી નથી.લોકોની પરિસ્થિતિ સમજવા કે ટ્રાફિકનું યોગ્ય માર્ગદર્શન આપવા કોઈ હાજર ન હોવાથી લોકોએ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે.
Latest Stories