New Update
/connect-gujarat/media/media_files/2025/11/28/mansukh-2025-11-28-19-20-56.jpg)
ભરૂચના વાલિયામાં યોજાયો કાર્યક્રમ
4 ગામોમાં કરાશે પુલનું નિર્માણ
રૂ.12 કરોડનો કરવામાં આવ્યો ખર્ચ
ખાતમુહૂર્ત સમારોહ યોજાયો
સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત
ભરૂચના વાલિયા તાલુકાના કરસાડ ગામ સહિત ચાર ગામને જોડતા ત્રણ નાના પુલોનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભરૂચના વાલિયા તાલુકાના કરસાડ,શીનાડા,દેસાડ અને સોડગામને જોડતા ત્રણ નાના પુલો આવેલ છે. જે પુલ ઉપર ચોમાસાની સીઝનમાં વરસાદી પાણી ફરી વળતા માર્ગ બંધ કરવાની ફરજ પડે છે.
ત્યારે આ ત્રણેય પુલો 12 કરોડના ખર્ચે બનવા જઈ રહ્યા છે. જે કામોનું આજરોજ કરસાડ ગામ ખાતે સાંસદ મનસુખ વસાવા,પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સેવંતુ વસાવા, ઝઘડિયાના ભાજપના આગેવાન દિનેશ ઉર્ફે ટીના વસાવા,મહામંત્રી બળવંત વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી,ગામના સરપંચ અને ડેપ્યુટી સરપંચ,વિવિધ ગામોના સરપંચો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories