New Update
/connect-gujarat/media/media_files/2025/01/21/vGYk9m2iBd0lW803umnj.jpg)
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. રાજ્યની જૂનાગઢ મહાનગર પાલિકા અને 66 નગરપાલિકાઓમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. અહીં 16મી ફેબ્રુઆરીએ મતદાન અને 18મીએ મતગણતરી હાથ ધરાશે. આ વિસ્તારોમાં આજથી જ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ચૂક્યો છે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ 3 બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે.
ભરૂચ જિલ્લા પંચાયતની આછોદ બેઠક,હાંસોટ તાલુકા પંચાયતની પંડવાઈ બેઠક અને જંબુસર નગર સેવા સદનની એક બેઠક પર ચૂંટણી યોજાશે. આ માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
Latest Stories