અંકલેશ્વરમાં નવ નવેલી રાતની ઉજવણી
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યોજાયો કાર્યક્રમ
ખેલૈયાઓને કુમકુમ તિલક કરાયુ
તિલક કરી ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ અપાયો
વી.હી.પના આગેવાનો જોડાયા
જગત જનની માં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રીની અંકલેશ્વરમાં ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે.અંકલેશ્વર શહેર અને જીઆઇડીસી વિસ્તારોમાં ઠેર ઠેર ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને કાર્યકરોએ રોટરી ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ મેળવતા ખેલૈયાઓને તિલક કરી તેમનું સ્વાગત કર્યું હતું.આ અંગે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોના જણાવ્યા અનુસાર નવરાત્રીએ હિન્દુઓનો તહેવાર છે ત્યારે ગરબા ગ્રાઉન્ડમાં કોઈ વિધર્મી પ્રવેશ ના કરી શકે તે માટે અહીં આવતા દરેક ખેલૈયાઓનું તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ગરબા રમવા આવતા ખેલૈયાઓને તિલક કરી તેમને ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવે છે.