અંકલેશ્વર: નેશનલ હાઇવે પર કાર ભડકે બળી, કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ

જોતજોતામાં કાર ભડકે બળવા લાગી હતી. કારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કાર ચાલકે ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર ફાયટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો

New Update
The Burning Car
અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક કારમાં શોર્ટ સર્કીટને પગલે આગ ભભૂકી ઉઠતા પરિવારનો આબાદ બચાવ થયો હતો. મહેસાણાથી એક પરિવાર પોતાની કાર લઇ સુરત જઈ રહ્યો હતો તે દરમિયાન અંકલેશ્વરની રાજપીપળા ચોકડી ઓવર બ્રીજ ઉપર અચાનક કારમાંથી ધુમાડા નીકળતા પરિવાર સમય સુચકતા વાપરી નીચે ઉતરી ગયો હતો.
જે બાદ જોતજોતામાં કાર ભડકે બળવા લાગી હતી. કારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કાર ચાલકે ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર ફાયટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.આ ઘટનામાં કોઈને પણ જાનહાની નહિ થતા સૌ એ રાહતનો શ્વાસ લીધો હતો. કારમાં આગ શોર્ટ સર્કીટથી લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે..