New Update
/connect-gujarat/media/media_files/2026/02/22/car-2026-02-22-14-11-46.jpg)
અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ સદાનંદ હોટલ પાસે એક કાર અચાનક નાળામાં ખાબકી જવાની ઘટના સામે આવી છે. કાર ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતા રસ્તાની બાજુમાં આવેલા ઊંડા ખાડામાં કાર ઉતરી ગઈ હતી. ઘટના બનતા આસપાસના લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની કે ગંભીર ઇજા નોંધાઈ નથી. માહિતી મળતા જ સ્થાનિક તંત્ર અને ક્રેન સેવા સ્થળ પર પહોંચી હતી. મીની ક્રેનની મદદથી કારને સલામત રીતે ખાડામાંથી બહાર કાઢવામાં આવી હતી.
Latest Stories