New Update
/connect-gujarat/media/media_files/2025/09/07/bharuc-ganesh-pandal-2025-09-07-11-35-12.jpg)
ભરૂચમાં ગણેશોત્સવ દરમિયાન વિવાદોનો સિલસિલો અટકતો નથી. થોડા દિવસો પહેલાં અંકલેશ્વરમાં ગણેશ પંડાલમાં અશ્લીલ ડાન્સનો વીડિયો બહાર આવતા ભારે ચકચાર મચી હતી. હવે એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક મહિલા પંડાલમાં સ્થાપિત શ્રીજીની પ્રતિમા પાસે કચરો નાંખતી જોવા મળી રહી છે.
પંડાલમાં પડેલો કચરો મહિલા એકઠો કરે છે અને ત્યાર બાદ શ્રીજીની પ્રતિમા પાસે ઠાલવે છે એ સહિતની ગતિવિધિ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.આ વીડિયો ભરૂચના લીંક રોડ પર આવેલી જય નારાયણ સોસાયટીનો હોવાનું બહાર આવ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ X પર સ્ટેટ કંટ્રોલે ભરૂચ પોલીસને તપાસ શરૂ કરી જરૂરી પગલાં લેવા સૂચના આપી છે.આ અંગે સોસાયટીના રહીશો દ્વારા પોલીસને પણ જાણ કરવામાં આવી છે.
Latest Stories