અંકલેશ્વર: GIDCની શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં રૂ.1.76 લાખના કેમિકલ પાઉડરની ચોરી, પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ કેમિકલ કંપનીમાં ફરી એકવાર ચોરીનો બનાવ સામે આવ્યો છે. જીઆઇડીસીમાં શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં છેલ્લા ત્રણ મહિના દરમિયાન કોઈ અજાણ્યા ઈસમે રૂ.1.76 લાખની કિંમતના 80 કિલો કેમિકલ પાવડરની ચોરી કરી

New Update
  • અંકલેશ્વર જીઆઇડીસીમાં ચોરીનો બનાવ

  • શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં ચોરી

  • રૂ.1.76 લાખના કેમિકલ પાઉડરની ચોરી

  • ચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ

  • જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાંથી તસ્કરો  રૂપિયા 1.76 લાખની કિંમતના 80 કિલો કેમિકલ પાવડરની ચોરી કરી ફરાર થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાય છે. 
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ કેમિકલ કંપનીમાં ફરી એકવાર ચોરીનો બનાવ સામે આવ્યો છે. જીઆઇડીસીમાં ખ્વાજા ચોકડી નજીક આવેલ શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં છેલ્લા ત્રણ મહિના દરમિયાન કોઈ અજાણ્યા ઈસમે રૂ.1.76 લાખની કિંમતના 80 કિલો કેમિકલ પાવડરની ચોરી કરી હતી.
આ બાબત કંપની સત્તાધીશોના ધ્યાન પર આવતા તેઓએ કામદારોની પૂછપરછ કરી હતી. જો કે કેમિકલ પાવડરની ચોરી અંગે કોઈ ભાળ ન મળતા આખરે કંપનીના ભાગીદાર અશ્વિન વઘાસિયાએ ચોરી અંગે અજાણ્યા ઈસમ વિરુદ્ધ જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે. 
Latest Stories