અંકલેશ્વર: ભડકોદ્રા નજીક ગેરકાયદેસર રીતે રસાયણિક કચરો સળગાવાયો, હવાની ગુણવત્તા આ રીતે સુધરશે?

અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારને અડીને આવેલા ભડકોદ્રા ગામ નજીક રાત્રિના સમયે ખુલ્લામાં રસાયણિક કચરો સળગાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું.....

New Update
  • અંકલેશ્વરના ભડકોદ્રા નજીકનો બનાવ

  • રાસાયણિક કચરો જાહેરમાં સળગવાયો

  • કચરાનો ગેરકાયદેસર રીતે નિકાલ કરાયો

  • હવાની ગુણવત્તા પર અસર

  • જીપીસીબી કડક પગલા ભરે એ જરૂરી

અંકલેશ્વરમાં હવાની કથળતી ગુણવત્તા વચ્ચે ભડકોદ્રા નજીક ગેરકાયદેસર રીતે રસાયણિક કચરો સળગાવી દેવામાં આવતા વાતાવરણમાં પ્રદૂષણની માત્રામાં વધારો થયો હતો.
દેશની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત તરીકે ઓળખાતા અંકલેશ્વરમાં હવા પ્રદૂષણ નિયંત્રણ માટે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી દ્વારા તાજેતરમાં આપવામાં આવેલી હાંકલ વચ્ચે જ બેદરકારીની ગંભીર ઘટના સામે આવી છે. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારને અડીને આવેલા ભડકોદ્રા ગામ નજીક રાત્રિના સમયે ખુલ્લામાં કચરો સળગાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. રસાયણ યુક્ત કચરો સળગાવાતા વિસ્તારમાં ધુમાડો ફેલાયો હતો અને હવાની ગુણવત્તા પર તેની અસર જોવા મળી હતી.
વૈજ્ઞાનિક ઢબે કચરાના નિકાલના ખર્ચમાંથી બચવા ગેરકાયદેસર રીતે ઈરાદા પૂર્વક   કચરો સળગાવાયો હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આ જ વિસ્તારમાં તાજેતરમાં અનેક સ્ક્રેપ યાર્ડમાં આગ લાગવાની ઘટનાઓ સર્જાઈ હતી, જેના કારણે સ્થાનિક વિસ્તારમાં ભારે ઉહાપોહ મચ્યો હતો. સતત બની રહેલી આવી ઘટનાઓથી પર્યાવરણપ્રેમી સંગઠનો અને સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
Latest Stories