New Update
/connect-gujarat/media/media_files/2025/11/25/cyber-fraud-2025-11-25-19-22-47.jpeg)
ભરૂચની વિશ્વમ ગ્રીનમાં રહેતા હરીશ દેવાંગન દહેજની બીરલા કોપર કંપનીમાં સીવીલ વિભાગમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગત 28 ઓગસ્ટે સાંજે તેમના ફેસબુક મેસેન્જર પર આનિયા દેવરા નામથી હાય નો મેસેજ આવ્યો હતો. જેમાં તેના ફોટા, મેઈલ જોઈ ચેટ કરી જનરલ મેનેજર ફસાઈ ગયા હતા.
પોતાને ફેશન ડિઝાઈનર બતાવનાર આ એકાઉન્ટ ધારકે વર્ચ્યુઅલ કરન્સીમાં ટ્રેડિંગમાં રોજના 10 થી 15 હજાર કમાવવાની લાલચ આપી એકાઉન્ટ ખોલાવ્યું હતું. અને અલગ અલગ 17 ખાતામાં 59 લાખ જેટલી માતબર રકમ રોકાણ કરાવી. સામે 55 હજાર જેટલી રકમ પરત આપી હતી. બે મહિના થયા બાદ કંપનીના મેનેજરને પોતે સાયબર ઠગાઈનો ભોગ બન્યા હોવાનું માલુમ પડ્યું હતું. અંતે ભરૂચ સાયબર પોલીસ મથકે ₹58 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
Latest Stories