અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા ઉજવણી
સ્વરછતા હી સેવા અભિયાનની ઉજવણી
મુખ્ય માર્ગો પર સાફ સફાઈ શરૂ કરાય
તબક્કાવાર કરવામાં આવશે સાફ સફાઈ
લોકોને સહકાર આપવા કરાય અપીલ
અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત વિવિધ જનજાગૃતિ કાર્યક્રમ તો યોજાઇ રહ્યા છે પરંતુ નગર સેવા સદન દ્વારા પ્રથમ તબક્કામાં શહેરના મુખ્ય માર્ગો પર સાફ સફાઈની કામગીરી શરૂ કરી છે. અંકલેશ્વરના પીરામણ નાકાથી સુરતી ભાગોળ અને ગોયા બજાર સુધીના મુખ્ય માર્ગ પર આજરોજ નગર સેવાસદન દ્વારા સાફ-સફાઈ કરવામાં આવી હતી ત્યારબાદ તબક્કાવાર અન્ય માર્ગો પર પણ સાફ સફાઈ કરવામાં આવશે. નગર સેવાસદન દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે પરંતુ કેટલાક બેજવાબદાર નાગરિકો કચરાપેટી બહાર જ કચરો નાખતા હોવાનું તંત્રના ધ્યાને આવ્યું ત્યારે નગર સેવા સદનના મુખ્ય અધિકારી કેશવ કોલડીયા દ્વારા લોકોને નગરપાલિકાને સ્વચ્છતા અભિયાનમાં સાથ સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.