New Update
અંકલેશ્વરમાં કરવામાં આવ્યુ આયોજન
એસેન્ટ સ્કૂલ ખાતે આયોજન કરાયું
ક્લસ્ટર કક્ષાનો કલા ઉત્સવ યોજાયો
34 વિદ્યાર્થીઓએ લીધો ભાગ
અંકલેશ્વરની એસેન્ટ સ્કૂલ ખાતે નોબરીયા ક્લસ્ટર કક્ષાનો કલા ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં 14 સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાના 34થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાના હેતુસર જીસીઇઆરટી ,ગાંધીનગર, તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ દ્વારા આયોજીત અંકલેશ્વર નોબરીયા ક્લસ્ટર કક્ષાના કલા ઉત્સવનું એસેન્ટ શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ.કલા ઉત્સવનો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ગણેશ અગ્રવાલ, રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા ગજેન્દ્ર પટેલ, બીઆરસી કોઓર્ડીનેટર વિજય પટેલ, સી.આર.સી કોઓર્ડીનેટર વિશાલ જોશીના હસ્તે દીપપ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ કલા ઉસ્તવમાં ચિત્ર સ્પર્ધા , વાદ્ય, ગાયન અને વાર્તા કથન જેવી કૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો .જેમાં 14 શાળાના 34થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સદર કાર્યક્રમમાં એસેન્ટ સ્કૂલ ટ્રસ્ટના પ્રમુખ વિનેશ કાગજ્વાલા, પૂર્વ પ્રિન્સિપાલ બીના કાગજવાલા, આચાર્ય વિશાલ શાહ તથા શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ રહ્યા હતા .
Latest Stories