અંકલેશ્વરમાં વિશ્વ નવકાર દિવસની ઉજવણી અંતર્ગત યોગ ક્લાસમાં સામૂહિક નવકાર જાપ કરવામાં આવ્યો

અંકલેશ્વરમાં વિશ્વ નવકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી, આજના આ પ્રસંગે 105 દેશોમાં સામૂહિક નવકાર જાપનું આયોજન થયું હતું.

New Update
aa

અંકલેશ્વરમાં વિશ્વ નવકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતીઆજના આ પ્રસંગે 105 દેશોમાં સામૂહિક નવકાર જાપનું આયોજન થયું હતું.

Advertisment

અંકલેશ્વર શહેરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા હિના ચૌહાણના માર્ગદર્શન હેઠળ ચાલતા યોગ ક્લાસમાં ખાસ નવકાર જાપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોગ ક્લાસમાં કુલ 9 વિવિધ સ્થળોએ ચાલતા ક્લાસમાં આશરે 470 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

યોગ ક્લાસમાં વિદ્યાર્થીઓએ એક સાથે નવકાર જાપ કરીને આત્મશુદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરી હતી.આ ઉજવણી જૈન સંપ્રદાય તેમજ અન્ય શ્રદ્ધાળુઓ માટે આધ્યાત્મિક દૃષ્ટિએ ખૂબ જ મહત્વની સાબિત થઈ છે.

આ દિવસે યોગ અને નવકાર જાપના સંયોજનથી શહેરમાં આધ્યાત્મિક અને શારીરિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન મળ્યું હતું. વિશ્વ નવકાર દિવસની આ ઉજવણીએ સમાજમાં એકતા અને શાંતિનો સંદેશ પ્રસાર્યો છે.

 

 

Advertisment
Latest Stories