ભરૂચ: જયા પાર્વતિ વ્રતનો પ્રારંભ, 5 દિવસ કુંવારીકાઓ કરશે મોળાક્રત વ્રત

આજે અષાઢ સુદ તેરસથી જયા પાર્વતિ વર્તનો પ્રારંભ થઈ ચૂક્યો છે . આ વ્રત કુંવારી બહેનો સારા પતિની પ્રાપ્તિ માટે કરે છે એક લોકવાયકા પ્રમાણે આ વ્રત માતા સીતાએ પણ કર્યું હતું.

New Update

આજે અષાઢ સુદ તેરસથી જયા પાર્વતિ વર્તનો પ્રારંભ થઈ ચૂક્યો છે . આ વ્રત કુંવારી બહેનો સારા પતિની પ્રાપ્તિ માટે કરે છે એક લોકવાયકા પ્રમાણે આ વ્રત માતા સીતાએ પણ કર્યું હતું. આ વ્રત પાંચ દિવસ સુધી કરવાનું હોય છે. આ વ્રતમાં કુંવારી બહેનો પાંચ દિવસ સુધી મોળું જમીને કરે છે.

આજે અષાઢ સુદ તેરસથી જયા પાર્વતિ વર્તનો પ્રારંભ થઈ ચૂક્યો છે . આ વ્રત કુંવારી બહેનો સારા પતિની પ્રાપ્તિ માટે કરે છે એક લોકવાયકા પ્રમાણે આ વ્રત માતા સીતાએ પણ કર્યું હતું.આ વ્રત પાંચ દિવસ સુધી કરવાનું હોય છે. આ વ્રતમાં કુંવારી બહેનો પાંચ દિવસ સુધી મોળું જમીને કરે છે. આખો દિવસ મોળું જમવાનું હોય છે અને નિયમ પ્રમાણે એક ટાઈમ જ જમવાનું હોય છે. આ વ્રતમાં કુંવારી બહેનોએ શંકર-પાર્વતીનું પૂજન કરવાનું હોય છે અને સાથે વાવેલા જવારાનું પણ પૂજન કરવાનું હોય છે.આમ પાંચ દિવસ સુધી કુંવારી બહેનોએ મોળું જમીને આ વ્રત અને શંકર-પાર્વતીની પૂજા કરવાની હોય છે.હિન્દુ ધર્મમાં અનેક વ્રત કરવામાં આવે છે.

આમાંથી એક છે જયા પાર્વતી વ્રત. જેને ગૌરીવ્રત કે ગોરો પણ કહેવામાં આવે છે. ગૌરીવ્રત ૧૪ વર્ષથી નાની કન્યાઓ કરે છે. જ્યારે જયા પાર્વતી વ્રત યુવાન છોકરીઓ કરે છે. આ વ્રત અપરિણીત મહિલાઓ દ્વારા ઈચ્છિત વર મેળવવા માટે તેમજ પરિણીત મહિલાઓ દ્વારા અખંડ સૌભાગ્ય મેળવવા માટે કરવામાં આવે છે. જો કેઆ વ્રતને લગતા ઘણા મુશ્કેલ નિયમોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છેજેમાંથી એક મીઠા પર પ્રતિબંધ છે. જયા પાર્વતી વ્રત દરમિયાન મીઠાનો ઉપયોગ પ્રતિબંધિત માનવામાં આવે છે.આ સાથે ગૌરી વ્રતના સમયગાળા દરમિયાન બાળાઓ ઉપવાસ કરે છે. અને પૂનમના છેલ્લા દિવસે જાગરણ કરી વ્રત ઉજવનાર ગોરણી જમાડી વ્રતની ઉજવણી કરે છે

Latest Stories