ભરૂચ, અંકલેશ્વર અને નેત્રંગમાં કોંગ્રેસ દ્વારા “જય બાપુ, જય ભીમ, જય સંવિધાન” કાર્યક્રમ યોજાયો...

સંવિધાન બચાવો અભિયાન અંતર્ગત ભરૂચ, અંકલેશ્વર અને નેત્રંગ  ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા “જય બાપુ, જય ભીમ, જય સંવિધાન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજન

  • ભરૂચઅંકલેશ્વરનેત્રંગમાં આયોજન કરાયું

  • કોંગ્રેસ દ્વારા પદયાત્રા યોજી પત્રિકાનું વિતરણ

  • કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા

  • ભાજપ પર સંવિધાન ખતમ કરવાનો આરોપ 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સંવિધાન બચાવો અભિયાન અંતર્ગત ભરૂચઅંકલેશ્વર અને નેત્રંગ  ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા જય બાપુજય ભીમજય સંવિધાન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ શહેરતાલુકા અને જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર સામે સંવિધાન બચાવોદેશ બચાવો” અભિયાન અંતર્ગત વિરોધ કાર્યક્રમ પાઠવાયો હતો. ભરૂચ રેલવે સ્ટેશન રોડ સ્થિત કોંગ્રેસ કાર્યાલયથી પ્લે કાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢવામાં આવી હતી.

ત્યારબાદ રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પહોચી વિરોધ પ્રદર્શન કરાયું હતું. સંવિધાન બચાવોદેશ બચાવોજય ભીમજય બાપુના નારા સાથે કોંગી આગેવાનોએ ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જેમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાશહેર પ્રમુખ હરેશ પરમારસમસાદ અલી સૈયદશકીલ અકુજીસુલેમાન પટેલ સહિત આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.

તો બીજી તરફઅંકલેશ્વર ખાતે પણ શહેર અને તાલુકા તેમજ યુથ કોંગ્રેસ  દ્વારા જય બાપુજય ભીમજય સંવિધાન” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અંકલેશ્વર રેલ્વે સ્ટેશન સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

જે બાદ પદયાત્રા કરી પત્રિકા વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અસ્લમ સાયકલવાલાભુપેન્દ્ર જાની તેમજ તાલુકા અને શહેર કોંગ્રેસયુથ કોંગ્રેસ સોશ્યલ મીડિયાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના નેતાઓએ કેન્દ્રની ભાજપ સરકાર સામે સંવિધાનના રક્ષણનો મુદ્દો ઉઠાવ્યો હતો.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ જિલ્લાઓમાં જય બાપુજય ભીમજય સંવિધાન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ભરૂચ જીલ્લાના નેત્રંગ ચાર રસ્તાથી કોંગ્રેસ આગેવાન શેરખાન પઠાણધનરાજ વસાવાસુરેન્દ્ર વસાવા અને મોહસીન પઠાણ સહિતના કાર્યકરોએ જય બાપુજય ભીમજય સંવિધાન” કાર્યક્રમ હેઠળ પદયાત્રા યોજી સંવિધાન બચાવોના સૂત્રોચ્ચાર કર્યા હતા.

જે પદયાત્રા નેત્રંગ ચાર રસ્તા થઇ જીન બજારજવાહર બજાર થઇ પરત ચાર રસ્તા ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.

Latest Stories