ભરૂચ: તંત્ર દ્વારા રાશનકાર્ડ ધારકોને નોટીસ ફટકારતા કોંગ્રેસનો વિરોધ, વાલિયામાં રેલી યોજી તંત્રને પાઠવ્યું આવેદનપત્ર

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તંત્ર દ્વારા રાશનકાર્ડ ધારકોને નોટીસ ફટકારવામાં આવી રહી છે અને અનાજ મેળવવા પાત્રતા ચકાસવામાં આવી રહી છે...

New Update
  • ભરૂચના વાલિયામાં યોજાય કોંગ્રેસની રેલી

  • મામલતદારને આવેદનપત્ર પાઠવાયું

  • રાશનકાર્ડ ધારકોને નોટીસ ફટકારાતા વિરોધ

  • કોંગ્રેસના આગેવાનો જોડાયા

  • આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી

ભરૂચ જિલ્લામાં રાશનકાર્ડ ધારકોને તંત્ર દ્વારા નોટીસ ફટકારવામાં આવતા વાલિયામાં કોંગ્રેસે રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યુ હતું. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તંત્ર દ્વારા રાશનકાર્ડ ધારકોને નોટીસ ફટકારવામાં આવી રહી છે અને અનાજ મેળવવા પાત્રતા ચકાસવામાં આવી રહી છે જેનો કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ત્યારે આજરોજ ભરૂચના વાલિયામાં કોંગ્રેસ દ્વારા પ્રભાતજીનથી મામલતદાર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 
આ રેલીમાં પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોળા,શેરખાન પઠાણ, ધનરાજ વસાવા, વિજય વસાવા, મનીષ વસાવા સહિતના આગેવાનો અને કાર્ડ ધારકો જોડાયા હતા. રેલી બાદ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.આ અંગે કોંગ્રેસ દ્વારા ચીમકી આપવામાં આવી છે કે  જો સરકાર ગરીબ અને આદિવાસી પરિવારોના NFSA હેઠળના હક્કોને સુરક્ષિત રાખવા તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં
ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
Latest Stories