ભરૂચ: ભાજપ સરકાર સામે કોંગ્રેસનું ઉગ્ર વિરોધ પ્રદર્શન,કેન્દ્રીય એજન્સીઓના દૂર ઉપયોગના આક્ષેપ

કોંગ્રેસની પદયાત્રા શરૂ થાય તે પહેલાં જ પોલીસ દ્વારા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવતા કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા

New Update
  • ભરૂચમાં યોજાયું વિરોધ પ્રદર્શન

  • કોંગ્રેસ દ્વારા પ્રદર્શનનું આયોજન

  • ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરાયુ

  • સરકાર કેન્દ્રીય એજન્સીઓનો 

ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર કેન્દ્રીય એજન્સીઓનો દૂરઉપયોગ કરી રહી હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. વિરોધ કરી રહેલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકાર સામે  વિરોધ પ્રદર્શન યોજાયું હતું. “સત્યની જીત” નામે યોજાયેલી પદયાત્રા દ્વારા કેન્દ્ર સરકાર અને તપાસ એજન્સીઓના દુરુપયોગ સામે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે નેશનલ હેરાલ્ડ મામલામાં ED દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી તથા કેસને લઇને તેને રાજકીય બદલા તરીકે ગણાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
આ પદયાત્રા શરૂ થાય તે પહેલાં જ પોલીસ દ્વારા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.અટકાયત દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા, જેમાં સ્થિતિ તંગ બની ગઈ હતી. મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવીને પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવામાં આવ્યું હતું.
કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકાર કેન્દ્રિય એજન્સીઓનો ઉપયોગ કરીને વિરોધ પક્ષના નેતાઓને દબાવવાનો પ્રયાસ કરી રહી છે.આ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, પાલિકા વિપક્ષના નેતા સમસાદઅલી સૈયદ, શેરખાન પઠાણ,સહિતના  આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories