ભરૂચ: નર્મદા જિલ્લામાં રૂ.75 લાખના કથિત તોડકાંડ મામલે કોંગ્રેસનો CMને પત્ર, તપાસ માટે SITની રચના કરવાની માંગ

નર્મદા જિલ્લામાં રૂપિયા 75 લાખના કથીત તોડકાંડના  મામલે કોંગ્રેસે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને પત્ર લખી મામલાની તપાસ માટે સીટની રચના કરવાની માંગ કરી

New Update
  • નર્મદા જિલ્લામાં કથિત તોડકાંડ

  • રૂ.75 લાખનો તોડ કરાયો હોવાના આક્ષેપ

  • કોંગ્રેસે મુખ્યમંત્રીને લખ્યો પત્ર

  • મામલાની તપાસ માટે સીટની રચના કરવાની માંગ

  • ભાજપ-આપની સંડોવણીના આક્ષેપ

નર્મદા જિલ્લામાં રૂ.75 લાખના કથિત તોડકાંડના મામલે રાજકારણ ગરમાયું છે. આ મુદ્દે કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોળાએ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને પત્ર લખી સમગ્ર પ્રકરણની ઉચ્ચસ્તરીય તપાસ કરવાની માંગ કરી છે.સંદીપ માંગરોળાએ પત્રમાં જણાવ્યું છે કે આ ગંભીર આર્થિક ભ્રષ્ટાચારના કેસમાં ભાજપ તથા આમ આદમી પાર્ટીના નેતાઓની સંડોવણી હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે. છતાં પણ મામલાને રાજકીય રંગ આપી રફેદફે કરવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.
કોંગ્રેસે સ્પષ્ટ માંગ કરી છે કે સમગ્ર મામલાની નિષ્પક્ષ અને પારદર્શક તપાસ માટે નિવૃત્ત જજની અધ્યક્ષતામાં SITની રચના કરવી જરૂરી છે, જેથી સાચું બહાર આવી શકે. અત્રે ઉલ્લેખનીય છે કે સાંસદ મનસુખ વસાવાએ જાહેરમાં આક્ષેપ કર્યો કે ધારાસભ્ય ચૈતર વસાવાએ અધિકારીઓ પાસે રૂ.75 લાખની માંગણી કરી હતી. આ આક્ષેપો બાદ જિલ્લામાં રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે.
Latest Stories