કનેક્ટ ગુજરાતના સમાચાર ફરીવાર સાબિત થયા અસરદાર, અંકલેશ્વરના હસ્તી તળાવ નજીકનો ખાડો તાત્કાલિક પુરી દેવાયો !

ડ્રેનેજની કામગીરી દરમ્યાન ખોદવામાં આવેલ ખાડામાં તંત્રની બેદરકારીના કારણે મોપેડ ચાલક ખાબકયો હોવાના અહેવાલ પ્રસારિત કરાયા બાદ તત્કાલિક ખાડો પુરી દેવામાં આવ્યો

New Update
  • કનેક્ટ ગુજરાતના અહેવાલની અસર

  • હસ્તી તળાવ નજીકના ખાડા અંગે અહેવાલ કરાયો હતો પ્રસારિત

  • તંત્ર તાત્કાલિક આવ્યું હરકતમાં, ખાડાને પુરી દેવામાં આવ્યો

  • બેદરકારીના કારણે મોપેડ ચાલક ખાડામાં ખાબકયો હતો

કનેક્ટ ગુજરાતના સમાચાર ફરી એકવાર અસરદાર સાબિત થયા છે.અંકલેશ્વરના હસ્તી તળાવ નજીક ડ્રેનેજની કામગીરી દરમ્યાન ખોદવામાં આવેલ ખાડામાં તંત્રની બેદરકારીના કારણે મોપેડ ચાલક ખાબકયો હોવાના અહેવાલ પ્રસારિત કરાયા બાદ તત્કાલિક ખાડો પુરી દેવામાં આવ્યો હતો
અંકલેશ્વરના હસ્તી તળાવ વિસ્તારમાં એક ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો હતો જેમાં મોપેડ ચાલક  10 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી ગયો હતો. સદનસીબે મોટો જાનહાનિનો બનાવ ટળી ગયો, પરંતુ ઘટનાએ તંત્રની બેદરકારીને ઉજાગર કરી હતી.
આ ખાડો જીયુડીસી દ્વારા ડ્રેનેજની કામગીરી માટે ખોદવામાં આવ્યો હતો. જોકે, કોઈપણ પ્રકારનું બેરીકેટિંગ કે ચેતવણીના સંકેત વિના ખાડો ખોદી દેવામાં આવતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાને લઈને કનેક્ટ ગુજરાત પર અહેવાલો પ્રસારિત થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. યુદ્ધના ધોરણે કાર્યવાહી કરી ખાડો પૂર્ણ  પુરી દેવામાં આવ્યો છે.
આ મામલે નગર સેવા સદન દ્વારા કામગીરી કરનાર એજન્સીને નોટીસ પાઠવવામાં આવી છે અને ભવિષ્યમાં આવી બેદરકારી ન થાય તે માટે કડક સૂચનાઓ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે કનેક્ટ ગુજરાતના સમાચાર ફરી એકવાર અસરદાર સાબિત થયા છે.
Latest Stories