New Update
/connect-gujarat/media/media_files/2025/08/01/cow-rescue-2025-08-01-15-23-09.jpg)
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં હોટેલ સરોવર સામે આવેલા ગાયત્રી મંદિર રોડ પર હાઈવે નજીક ખુલ્લી ગટરમાં ગાય પડી જતા દોડધામ મચી જવા પામી હતી.આ અંગેની જાણ થતા જ ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.ફાયર સ્ટાફે ભારે જહેમત બાદ ડ્રેનેજનો ઉપરનો ભાગ તોડી જેસીબી મશીન વડે ગાયને બહાર કાઢવામાં આવી હતી.સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી. ઠેર ઠેર ખુલ્લી ગટરો અકસ્માતને આમંત્રણ આપી રહી છે ત્યારે તંત્ર દ્વારા આવી ગટરો બંધ કરાવવામાં આવે એ જરૂરી છે.
Latest Stories