વરસાદી માહોલ વચ્ચે અંકલેશ્વર-ભરૂચ માર્ગ પર કાંસમાં મગર નજરે પડયો !

અંકલેશ્વર-ભરૂચ માર્ગ ઉપર ભૂત મામાની ડેરી પાસેની કાંસમાં મગર નજરે પડ્યો હતો.જે મગરને જોવા માટે વટે માર્ગુઓએ પોતાના વાહનો થોભાવી તેને જોવા માટે લાઈનો લગાવી

New Update
Crocodile
અંકલેશ્વર પંથકમાં આવેલ વિવિધ તળાવોમાં મગરની હાજરી નોંધાઈ છે.અવારનવાર મગર કાંસોમાં કે તળાવોમાં નજરે પડતા હોય છે.તેવામાં આજરોજ અંકલેશ્વર-ભરૂચ માર્ગ ઉપર ભૂત મામાની ડેરી પાસેની કાંસમાં મગર નજરે પડ્યો હતો.જે મગરને જોવા માટે વટે માર્ગુઓએ પોતાના વાહનો થોભાવી તેને જોવા માટે લાઈનો લગાવી હતી.અત્રે ઉલ્લેખનીય છેકે આ સ્થળે દર ચોમાસા દરમિયાન મગરની હાજરી નોંધાઈ હોવાથી વન વિભાગ દ્વારા આ સ્થળે બેનરો પણ લગાવવામાં આવ્યા છે.
Latest Stories