New Update
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કહાનવા ગામમાં બ્રહ્માણી માતાજીનો મેળો યોજાયો હતો,અને માતાજીની રથ યાત્રામાં શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કહાનવા ગામમાં બ્રહ્માણી માતાજીનો મેળો યોજાયો હતો. જેમાં દર વર્ષે ગામની ચારે બાજુ માતાજીનો રથ કાઢવામાં આવે છે.અને દર વર્ષે કહાનવા ભાગોળમાં આ વર્ષે જમીનમાં દબાવેલું નાળિયેર આવતા વર્ષે બહાર કાઢવામાં આવે છે. કહાનવા ગામની આજુબાજુના તમામ ગામના લોકો આ મેળામાં આવી માતાજીના રથના દર્શન કરી મેળાનો લાભ લે છે.કહાનવા ગામમાં દર વર્ષે મેળાના દિવસે જ ગણપતિ વિસર્જન પણ કરવામાં આવે છે.કહાનવા ગામની આ વિશેષતાને કારણે ગામના લોકો આજના દિવસે ઉજવણી કરી ઘર ઘર મીઠાઈઓ બનાવી તહેવારની જેમ ઉજવણી કરે છે.
કહાનવા ગામના તથા આજુ બાજુના ગામના લોકો આ મેળાનો લાભ લે છે,તથા ગામના મુસ્લિમ બિરાદરો દ્વારા મફત પાણીની સુવિધા કરવામાં આવી હતી. આ મેળા દરમિયાન વેડચ પોલીસ સ્ટેશનના પીઆઇ ખટાણા તથા ચૌધરી તેમજ તેમના સ્ટાફ સાથે જીઆરડી જવાનોએ ખડેપગે રહીને ફરજ બજાવી હતી,અને મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
Latest Stories