ભરૂચ: ઇન્સ્ટાગ્રામ પર મિત્રની પત્નીને હેરાન કરનાર યુવાનની સાયબર ક્રાઇમ પોલીસે કરી ધરપકડ

યુવતીને વિડિયો કોલથી હેરાન કરતાં ઇસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો હતો......

New Update

ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસની કાર્યવાહી

ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરનાર આરોપી ઝડપાયો

ઇન્સ્ટાગ્રામ પર મિત્રની પત્નીને કરતો હતો વિડીયો કોલ

લગ્નજીવનમાં ભંગાણ પાડવાનો કર્યો હતો પ્રયાસ

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ હેક કરી યુવતીને વિડિયો કોલથી હેરાન કરતાં ઇસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો હતો જેની વિગતો અનુસાર  ફરીયાદીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો પાસવર્ડ આ ગુનાના આરોપી પિયુષ પ્રજાપતિ દ્વારા ફરીયાદીની જાણ બહાર ચોરી-છુપીથી મેળવી લેવામાં આવ્યો હતો..

બાદમાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો ઉપયોગ કરી ફરીયાદીના નામથી ફરીયાદીની પત્નિ સાથે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર વિડિયો કોલથી હેરાન કરીને તથા અન્ય વાતચીત કરીને ફરીયાદીને તથા તેના પરીવારને હેરાન કરવામાં આવતો હતો.

આ અંગે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ટેકનીકલ એનાલીસીસ કરી હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે ભરૂચના ચાવજમાં રહેતા આરોપી પિયુષ પ્રજાપતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..

Read the Next Article

ભરૂચ : નિકોરાના આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ,800થી વધુ બહેનોએ લીધો લાભ

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે 13 વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

New Update
  • સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન વિષય પર યોજાઈ શિબિર

  • નિકોરા આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે યોજાઈ શિબિર

  • રાજપૂત સમાજની દીકરીઓ માટે કરાયું આયોજન

  • 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

  • રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘના હોદેદારોનું કરાયું સન્માન

ભરૂચના નિકોરા આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ હતી. જેમાં800થી વધારે બહેનોએ આ શિબિરનો લાભ લીધો હતો.

ભરૂચ તાલુકાના નિકોરા ગામેમાં નર્મદા નદીના કિનારે આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘ અને યુવા પાંખ ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિરમાં800બહેનોએ શિબિરનો લાભ લીધો હતો.

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે13વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ આધુનિક યુગમાં પરિવારમાં સાંસ્કૃતિક સમસ્યાઓ થાય છેમેરેજ પછી  પોતાના જીવનમાં મૂલ્યવાન સમજણ આવે સાસરિયામાં પણ સંયુક્ત કુટુંબ સાથે રહી સમાજ અને પોતાનું નામ રોશન કરે તેવા ઉમદા હેતુથી સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં800થી વધુ દીકરીઓએ ઉપસ્થિત રહી પોતાના જીવનમાં પરિવર્તન માટેની હાંકલ  કરી હતી. આ સાથે જ આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના નવ  નિયુક્ત હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.