New Update
/connect-gujarat/media/media_files/2025/07/25/ankleshwar-accident-2025-07-25-18-45-31.jpg)
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ETL ચોકડી પાસે ટેન્કર ચાલકે સાઇકલ સવારને ટક્કર મારતા તેનું ગંભીર ઇજાઓને પગલે કરુણ મોત નિપજ્યુ હતું. અંકલેશ્વરના સારંગપુર સ્થિત મારુતિધામ સોસાયટીમાં રહેતા 52 વર્ષીય રાજારામ કોમલ યાદવ કંપની પરથી સવારે નોકરી પૂર્ણ કરી પોતાના ઘરે જઇ રહ્યા હતા. તે દરમિયાન અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ETL ચોકડી પાસે પૂરપાટ ઝડપે ધસી આવેલ ટેન્કર ચાલકે સાઇકલ સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે રાજારામ યાદવને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું.અકસ્માત અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.