ભરૂચ : દાઉદી વ્હોરા સમાજ દ્વારા રમઝાન ઇદના પર્વની ઉત્સાહભેર ઉજવણી,બાળકો માટે મેળાનું આયોજન

ભરૂચમાં વસતા દાઉદી વોહરા સમાજના લોકોએ ઉત્સાહિત રમજાન ઈદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

New Update
  • ભરૂચમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઉજવણી

  • રમઝાન ઇદના પર્વની કરાય ઉજવણી

  • એકમેકને ઇદના પર્વની શુભમામના પાઠવાય

  • બાળકો માટે મેળાનુ આયોજન

  • મોટી સંખ્યામાં લોકો જોડાયા

Advertisment
પવિત્ર રમજાન માસમાં દાઉદી વ્હોરા સમાજના લોકો દ્વારા એક માસ સુધી રોજા રાખી ઈબાદત કરવામાં આવી હતી. ભરૂચ કોટ પારસીવાડ વિસ્તારમાં વસતા દાઉદી વ્હોરા સમાજના લોકોએ આજ રોજ મસ્જીદમાં રમજાન ઇદની વિશેષ નમાજ અદાકરી એકબીજાને રમજાન ઇદની શુભકામનાઓ પાઠવી હતી.
નાના ભૂલકાઓએ તેઓના વિસ્તારમાં લાગેલા નાનકડા મેળામાં ઇદના દિવસને હર્ષોલ્લાસ સાથે ઊજવ્યો હતો સાથે જ દૂધ સેવૈયા આરોગી એક બીજાને મુબારક બાદી આપી હતી.
આ પ્રસંગે સામાજિક કાર્યકર મૌઝમભાઇએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે દાઉદી વ્હોરા સમાજ  રસુલ અલ્લાહ તાલાઓ શરીફના ફરમાન મુજબ ઇદ ઊજવીએ છે. આગામી  દિવસમાં મુસ્લિમ સમાજની ઇદ આવશે તેમાટે તેમણે તમામ મુસ્લિમ બિરાદરોને શુભકામના પાઠવી હતી.
Advertisment
Latest Stories