અંકલેશ્વર: GIDCના વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવો ઝુંબેશ, મુખ્યમાર્ગને અડીને ઉભા કરાયેલ દબાણો હટાવાયા

અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાં આજથી દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેમાં મુખ્ય માર્ગને અડીને ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે

New Update

અંકલેશ્વર જીઆઈડીસીમાં કામગીરી

ઉદ્યોગ મંડળ દ્વારા દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાય

મુખ્યમાર્ગને અડીને ઉભા કરાયેલ દબાણો હટાવાયા

પોલીસ કાફલો પણ સાથે રખાયો

આવનારા દિવસોમાં પણ ઝુંબેશ ચાલુ રહેશે

અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાં આજથી દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેમાં મુખ્ય માર્ગને અડીને ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે

એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર જીઆઇડીસીના રહેણાંક વિસ્તારોમાં ટ્રાફિકજામની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે. મુખ્યમાર્ગને અડીને ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણોના કારણે વાહન વ્યવહારને અસર પહોંચે છે.આ અંગેની ફરિયાદો મળતા અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા નોટિફાઇડ એરીયા ઓથોરિટી અને જીઆઇડીસીને જાણ કર્યા બાદ આજથી દબાણ હટાવો ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજરોજ પ્રથમ દિવસે અંકલેશ્વરના સરદાર પાર્ક, ગોલ્ડન પોઇન્ટ સહિતના વિસ્તારોમાં મુખ્ય માર્ગને અડીને ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને માર્ગને ખુલ્લો કરવામાં આવ્યો હતો.દબાણ હટાવો ઝુંબેશ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો પણ તૈનાત રાખવામાં આવ્યો હતો. આ અંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળની સિક્યુરિટી કમિટીના ચેરમેન ધર્મેશ ડોબારિયાએ જણાવ્યું હતું કે ટ્રાફિકજામની જે સમસ્યા મળી હતી તેના અનુસંધાને આજથી દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં પણ જીઆઇડીસીના રહેણાક તેમજ ઇન્ડસ્ટ્રીયલ સહિતના વિસ્તારોમાં દબાણો દૂર કરવામાં આવશે

Latest Stories