New Update
/connect-gujarat/media/media_files/2025/05/06/EGZXdVuYH55T3h34V4KG.jpeg)
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે, તા. ૦૭ મી મે ૨૦૨૫ના રોજ સાંજે ૪ : ૦૦ કલાકથી ૮ : 00 સુધી (ઓપરેશન અભ્યાસ) મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે.
જ્યાં જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા સમગ્ર રાજ્યના ૧૮ જિલ્લાઓ સાથે ભરૂચ જિલ્લામાં થતી સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે જીએનએફસી ભરૂચ,ઓએનજીસી અંકલેશ્વર અને બિરલા કોપર ટાઉનશીપ દહેજ ખાતે મોકડ્રીલ યોજાનાર છે. ભરૂચ કલેક્ટરે જિલ્લાના નાગરિકોને અપીલ કરતાં કહ્યુ હતું કે, સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે મોકડ્રીલ યોજાઈ રહી છે ત્યારે સિવિલ ડિફેન્સ કેવી રીતે વધારી શકાય તે માટે વહિવટી તંત્ર દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનું પાલન કરવું જોઈએ. લોકોને જોખમ વિશે ચેતવણી આપવાનો અને સમયસર સલામત સ્થળે ખસી જવા માટે સાયરન વગાડવામાં આવનાર છે. તેમણે અફવાઓથી દૂર રહેવા જિલ્લાના નાગરિકોને અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપશે, નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાંધલ, પ્રાંત અધિકારીઓ સહિત જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.