ભરૂચ: રૂ.83 હજારનું વીજ બિલ આવવા બાબતે DGVCLનો ખુલાસો, ગ્રાહકના ઘરે લગાવેલ સોલર સિસ્ટમના ઇન્વર્ટરમાં ખામી હતી !

83 હજારનું વીજ બિલ આવવાના મામલામાં વીજ કંપનીએ તપાસ કરતા ગ્રાહકે તેના ઘરે લગાવેલ સોલર સિસ્ટમના ઇન્વર્ટરમાં ખામી સર્જાતા વધુ વીજ બિલ આવ્યું હોવાનો ખુલાસો થયો

New Update
  • ભરૂચમાં સામે આવ્યો હતો મામલો

  • ગ્રાહકને આવ્યું હતું રૂ.83 હજારનું વીજ બિલ

  • વીજ કંપની દ્વારા કરવામાં આવી તપાસ

  • સોલર સિસ્ટમમાં ઇન્વર્ટરમાં હતી ખામી

  • રૂ.23 હજાર બિલ ચૂકવવા આદેશ

ભરૂચના હાજીખાના બજાર વિસ્તારમાં વીજ ગ્રાહકને રૂ.83 હજારનું વીજ બિલ આવવાના મામલામાં વીજ કંપનીએ તપાસ કરતા ગ્રાહકે તેના ઘરે લગાવેલ સોલર સિસ્ટમના ઇન્વર્ટરમાં ખામી સર્જાતા વધુ વીજ બિલ આવ્યું હોવાનો ખુલાસો થયો છે.
દક્ષિણ ગુજરાત વીજ કંપની (DGVCL) ના સ્માર્ટ મીટર દ્વારા ભરૂચના હાજીખાના બજારમાં રહેતા ગ્રાહકનું અચાનક 83 હજાર રૂપિયાનું વીજ બિલ આવ્યું હોવાનો કેસ સામે આવ્યો હતો. બિલની રકમ જોઈને ગ્રાહક સહિત પરિવાર ચોંકી ઉઠ્યો હતો. ગ્રાહકની અરજી બાદ વીજ કંપનીએ તપાસ હાથ ધરી હતી. તપાસમાં ખુલાસો થયો કે ગ્રાહકના ઘરે લગાવેલી સોલાર સિસ્ટમના ઈન્વર્ટરમાં ખામી થઈ જતા વીજળીનું ઉત્પાદન બંધ થઈ ગયું હતું. 
પરિણામે જે યુનિટ સોલાર સિસ્ટમમાંથી મળવા જોઈએ તે મળ્યા નહીં અને સમગ્ર વીજ વપરાશ સીધો કંપનીના ગ્રિડ પરથી ગણવામાં આવ્યો.વીજ કંપનીએ તપાસ પૂર્ણ કરી બાદમાં બિલમાં સુધારો કર્યો છે. સુધારેલા હિસાબ મુજબ ગ્રાહકને હવે રૂ.28,000 બિલ ભરવાનું રહેશે.વીજ કંપનીના અધિકારીઓ દ્વારા સ્માર્ટ મીટરમાં કોઈ ખામી ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
Latest Stories