ભરૂચ : કુકરવાડામાં DGVCL’એ સામાન્ય પરિવારને પકડાવ્યું રૂ. 80 લાખનું વીજ બિલ, વીજ ગ્રાહકના હોશ ઊડી ગયા..!

ભરૂચના કુકરવાડામાં રહેતા સામાન્ય પરિવારને વીજ કંપનીએ રૂ. 80 લાખનું વીજ બિલ પકડાવ્યું હોવાનો ચોંકાવાનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો રૂ. 80 લાખ વીજબિલ આવતા જ વીજ ગ્રાહકના હોશ ઉડ્યા

New Update
  • ગુજરાતમાંDGVCL દ્વારા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી

  • સ્માર્ટ મીટર સામે વિરોધના વંટોળ વચ્ચે વધુ એક ઘટના

  • રૂ. 80 લાખ વીજબિલ આવતા જ વીજ ગ્રાહકના હોશ ઉડ્યા

  • વીજ ગ્રાહકે તાત્કાલિક ધોરણેDGVCL કચેરીએ રજૂઆત કરી

  • ટેક્નિકલ ભૂલ ગણાવીDGVCLએ વીજ ગ્રાહકને નવું બિલ આપ્યું

ગુજરાત રાજ્યમાંDGVCL દ્વારા સ્માર્ટ મીટર લગાડવાની ચાલતી કામગીરી સામે વિરોધના વંટોળ ઊભો થયો છેતેવામાં ભરૂચના કુકરવાડામાં રહેતા સામાન્ય પરિવારને વીજ કંપનીએ રૂ. 80 લાખનું વીજ બિલ પકડાવ્યું હોવાનો ચોંકાવાનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

ભરૂચ શહેર તથા જિલ્લામાંDGVCL દ્વારા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી વચ્ચે હવે ભારે વિવાદ ઉભો થયો છે. શહેરની અનેક સોસાયટીઓના રહીશો દ્વારા સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. રહીશોનો આક્ષેપ છે કે, DGVCLના કર્મચારીઓ સ્માર્ટ મીટર જબરદસ્તી લગાવી રહ્યા છેઅને લોકોની ફરિયાદો સાંભળવા માટે કોઇ તૈયાર નથી.

ભરૂચની એક સોસાયટીમા સ્માર્ટ મીટર લગાડવા પહોંચેલા વીજ કર્મચારીઓને રહીશોએ સોસાયટીમાંથી બહાર કરી દીધા હતા. સ્માર્ટ મીટર મામલે હાલ જબરજસ્ત આંદોલનનું વાતાવરણ ઊભું થયું છેત્યારે આ વિવાદ વચ્ચે ભરૂચના કુકરવાડા ગામની નવી નગરીમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. નવ નગરીમાં રહેતા બુધાભાઈ વસાવા કેજે એક ખાનગી કંપનીમાં સફાઈ કર્મચારી તરીકે નોકરી કરે છેઅને મહિને 12 હજાર રૂપિયા કમાય છે. તેમને વીજ કંપનીએ 80 લાખ રૂપિયાનું વીજ બિલ પકડવાતા પરિવારના હોશ ઉડી ગયા હતા.

આ મામલે વીજ ગ્રાહકે તાત્કાલિકDGVCLના અધિકારીઓનો સંપર્ક સાધ્યો હતો. જોકેતપાસ બાદ અધિકારીઓએ પોતાની ટેક્નિકલ ભૂલ ગણાવી તાત્કાલિક બિલને સુધારી વીજ ગ્રાહકને 1,400 રૂપિયાનું નવું બિલ આપ્યું હતું. બુધાભાઈએ જણાવ્યું કે, “બિલ તો સુધારી દીધુંપણ મારી જેમ કોઈ સામાન્ય માણસને આવું બિલ મળે તો તેને તાત્કાલિક હ્રદયઘાત આવી જાય એવી સ્થિતિ સર્જાઈ શકે. આવી ભૂલ જ કેમ થાય છે..?, અત્રે ઉલ્લેખનીય છે કેભરૂચમાં વીજ કંપની દ્વારા ચાલતી સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી વચ્ચે આ પ્રકારનો કિસ્સો આગમાં ઘી ઉમેરવા જેવો સાબિત થયો છે.

Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.