New Update
ભરૂચના જે.બી.મોદી પાર્ક નજીકનો બનાવ
શંકાસ્પદ કેમિકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો
દહેજની ટેગ્રોસ કંપનીનું નામ બહાર આવ્યું
બેગમાં ઇન્ડસ્ટ્રીયલ કોલસાનો નિકાલ કરાયો
ભરૂચના જે.બી. મોદી પાર્ક નજીક રહેણાંક વિસ્તારમાંથી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલી બેગ ઝડપાવવાના મામલામાં દહેજની ટેગ્રોસ કંપનીનું નામ બહાર આવ્યું છે અને બેગમાં ઇન્ડસ્ટ્રીયલ કોલસો હોવાનો પણ ખુલાસો થયો છે.
ભરૂચના જે.બી.મોદી પાર્ક નજીક રહેણાંક વિસ્તારમાંથી શંકાસ્પદ કેમિકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો હતો.આ અંગેની જાણ સ્થાનિકોએ નગર સેવા સદનમાં કરતા ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ અને તેમની ટીમે ઘટના સ્થળે પહોંચી નિરીક્ષણ કર્યું હતું.આ અંગેનો ઉહાપોહ મચ્યા બાદ શંકાસ્પદ કેમિકલ વેસ્ટનો નિકાલ કરનાર દહેજની ટેગ્રોસ કંપનીનો સુપરવાઇઝર તેને ઉઠાવવા માટે પહોંચતા નગરપાલિકાની ટીમે તેને ઝડપી પાડ્યો હતો અને કંપની વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.
જે.બી.મોદી પાર્ક નજીક પડેલી બેગમાં ઇન્ડસ્ટ્રીયલ કોલસાના સેમ્પલ હોવાનું બહાર આવ્યું છે.આ મામલામાં જીપીસીબી દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે.ટ્રેગ્રોસ કંપની દ્વારા કોલસાના નિકાલ માટે અન્ય કંપનીને કામ સોંપવામાં આવ્યું હતું તેના દ્વારા આ રીતે નિકાલ કરાયો હોવાનું ખુલ્યું છે.
Latest Stories