ભરૂચ: જંબુસરના વિવિધ ગામોમાં આગના બનાવોમાં ઘરવખરી ગુમાવનાર પરિવારોને સાધન સહાયનું કરાયુ વિતરણ

ભરૂચના જંબુસર પંથકમાં આગના બનાવો બન્યા હતા તે પરિવારજનોને જંબુસર પ્રાંત કચેરી ખાતે ધારાસભ્ય ડી કે સ્વામીના અધ્યક્ષ સ્થાને કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો

New Update
fire incident
ભરૂચના જંબુસર પંથકમાં આગના બનાવો બન્યા હતા તે પરિવારજનોને ધારાસભ્યના હસ્તે કીટ વિતરણ કરાયું હતું.ભરૂચ જિલ્લા કલેકટરના માર્ગદર્શન અને પ્રાંત અધિકારી જંબુસર ડોક્ટર એસએમ ગાંગુલી દ્વારા સીએસઆર ફંડ હેઠળ જંબુસર પંથકના જંબુસર, વેડચ,કારેલી, ઝામડી, કાવા ગામના નવ પરિવારો માટે રાશનકીટ તથા ઘરવખરી સામાન વિતરણનો કાર્યક્રમ જંબુસર પ્રાંત કચેરી ખાતે ધારાસભ્ય ડી કે સ્વામીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
જેમાં તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ,પૂર્વ ધારાસભ્ય કિરણભાઈ મકવાણા, પૂર્વ મહામંત્રી બળવંતસિંહ પઢિયાર સહિત ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિતોના હસ્તે કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.
Latest Stories