અંકલેશ્વર:તાલુકા પંચાયત કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વચ્છતા ટોક કાર્યક્રમ યોજાયો

સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં સ્વચ્છતા હી સેવા અભિયાન : સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા અભિયાનનું આહ્વાન કર્યું છે.

New Update
a

સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં સ્વચ્છતા હી સેવા અભિયાન : સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા અભિયાનનું આહ્વાન કર્યું છે.

સ્વચ્છતા હી સેવા અભિયાન નિમિત્તે અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે સ્વચ્છતા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આઈ.ટી.સી ગાંધીનગરથી સિંગલ યુઝ પ્લાસ્ટિકના ફાયદા અને ગેરફાયદા વિશે પ્રેઝન્ટેશનથી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.આ અભિયાનમાં જનભાગીદારી વધારવા માટે સાંસ્કૃતિક ઉત્સવ, શ્રમ દાન દિવસ, સ્વચ્છતા રેલી, સ્વચ્છતાથી સ્વાસ્થ્ય તરફ, ડોર ટુ ડોર જાગૃતિ અભિયાન, શૈક્ષણિક સંસ્થાઓની ભાગીદારી, સ્વચ્છ સેલ્ફી સ્ટેશન, સફાઈ મિત્ર સુરક્ષા શિબિર, સ્વચ્છ સ્વાદ ગલીયા, કચરે સે કંચન વર્કશોપ, સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગે જાગૃતિ અભિયાન, સ્વચ્છતા સંવાદ તેમજ સ્વચ્છ કલા પ્રતિયોગિતાનું આયોજન કરવામાં કરવામાં આવશે. આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયતના સદસ્યો, નિયામક  તથા  તલાટી કમ મંત્રી અને સરપંચ ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories