New Update
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી
ભરૂચમાં રેડ એલર્ટ કરાયું જાહેર
બે કલાકમાં ખાબક્યો પાંચ ઇંચ વરસાદ
જિલ્લા શિક્ષણાધિકારીએ શાળા કોલેજમાં રજા કરી જાહેર
ભરૂચ શહેરની શાળા કોલેજોમાં રજાની સૂચના અપાઈ
ગુજરાત રાજ્ય હવામાન વિભાગ દ્વારા બે દિવસ દરમિયાન મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે,ત્યારે ભરૂચમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે,જોકે ભરૂચમાં આજરોજ માત્ર બે ક્લાકમાં જ પાંચ ઇંચ વરસાદ ખાબકતા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા,ભારે વરસાદની આગાહીને પગલે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીએ ભરૂચ શહેરની શાળા કોલેજોમાં રજા જાહેર કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હવામાન વિભાગે તારીખ 3જી સપ્ટેમ્બરના રોજ ભરૂચમાં રેડ એલર્ટ જાહેર કરીને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે,જોકે ત્યાર પહેલાં જ આજરોજ માત્ર બે કલાકમાં જ પાંચ ઇંચ વરસાદ ખાબકતા ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા,અને કેટલાક વાહનો પણ વરસાદી પાણીના પ્રવાહમાં તણાયા હતા.ભરૂચમાં રેડ એલર્ટ સૂચના અને ભારે વરસાદની આગાહીના પગલે સલામતી અને સાવચેતીના ભાગરૂપે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તારીખ 3જી સપ્ટેમ્બર મંગળવારના રોજ ભરૂચ શહેરની શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.અને વધુમાં જણાવવામાં આવ્યું છે કે જે શિક્ષક મિત્રો પાણી ભરાયેલા હોય તેવા વિસ્તારમાંથી આવતા હોય તેઓને આવવા માટે ફરજ પાડી શકાશે નહીં, અને અન્ય તાલુકાઓમાં વરસાદની પરિસ્થિતિ કેવી છે અને કેટલો વરસાદ છે તેના આધારે શાળાઓએ સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને લઈ વિવેકાધીન નિર્ણય લેવાનો રહેશે અને તેની જાણ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં કરવાની રહેશે તેમ જાણવા મળ્યું છે.
Latest Stories