/connect-gujarat/media/media_files/2025/01/28/qPA9cq52SHwdyYTnJAYq.jpeg)
ભરૂચ જિલ્લામાં 35માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-2025 અંતર્ગત ભરૂચના માંડવા સ્થિત ટોલ નાકા ખાતે વાહન ચાલકોની આંખ તપાસણી કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં તમામ વાહન ચાલકોની આંખની ચકાસણી કરી ચશ્મા તેમજ આંખના ટીપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લામાં 35માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-2025 અનુસંધાને ટ્રાફિક જન જાગ્રુતિના કાર્યક્રમોનું અલગ અલગ સ્થળોએ આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે ભરૂચમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અને જિલ્લા ટ્રાફીક પોલીસ વિભાગ દ્વારા ભરૂચના માંડવા સ્થિત ટોલ નાકા ખાતે વાહન ચાલકોની આંખ તપાસણી કેમ્પ રાખવામાં આવ્યો હતો.
જ્યાં (આંખ રોગના નિષ્ણાંત) તેમજ આર.ટી.ઓ અધિકારીઓ તથા જીલ્લા ટ્રાફિક શાખા તેમજ પોલીસ સ્ટાફના જવાનો હાજર રહ્યા હતા. જેમાં જીલ્લા ટ્રાફિક શાખા દ્વારા નેશનલ હાઇવે ઉપર ચાલતા હેવી વાહનો, લાઇટ વાહનો તેમજ મો.સા વિગેરે વાહન ચાલકોની આંખની ચકાસણી કરી ચશ્મા તેમજ આંખના ટીપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સમજ આપવામાં આવી હતી.
ઉપતાંત ટ્રાફિકના નિયમો પાલન કરવા માટે હંમેશા બીજા લોકોને પણ જાગૃત કરવા તે રીતેની માહિતી આપી બીજા લોકોને પોતાની અમૂલ્ય જીદંગી બચાવવા તમામને અપીલ કરવામાં આવી હતી.
આમ ભરૂચ જીલ્લા ટ્રાફિક પોલીસ જાહેર જનતા પાસે ટ્રાફિકના નિયમોનું સુચારૂ સ્વરૂપે પાલન કરાવવા તેમજ બહુમુલ્ય માનવ જીવન બચાવવા માટે હંમેશા પ્રયત્નશીલ છે. આ પ્રસંગે આરટીઓ ઇન્સ્પેક્ટર ડી.બી.ચુડાસમા, જિલ્લા ટ્રાફિક પીએસઆઈ આર.કે.દેસાઈ અને રોડ સેફ્ટી ટ્રેનર વર્ષા પરમાર સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.