ભરૂચ : BDMA-BCC દ્વારા પૂર્વ કલેક્ટર તુષાર સુમરાનો વિદાય તેમજ નવનિયુક્ત કલેક્ટર ગૌરાંગ મકવાણાનો સ્વાગત સમારોહ યોજાયો...

ભરૂચ અને અંકલેશ્વરની 25 જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓ, ઉદ્યોગ મંડળોના પ્રમુખ અને સભ્યોએ બન્ને IAS અધિકારીઓ તુષાર સુમેરા અને ગૌરાંગ મકવાણાનું પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું

New Update
  • BDMA અનેBCC દ્વારા કરવામાં આવ્યું આયોજન

  • પૂર્વ કલેક્ટરના વિદાય સમરોહનું આયોજન કરાયું

  • નવનિયુક્ત કલેક્ટરનો સ્વાગત સમારોહ યોજાયો

  • બન્નેIAS અધિકારીને પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું

  • સ્વૈચ્છિક સંસ્થાઉદ્યોગ મંડળના સભ્યોની ઉપસ્થિતિ

ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા ભરૂચ જિલ્લા પૂર્વ કલેક્ટર તુષાર સુમરાનો વિદાય સમારોહ તેમજ નવનિયુક્ત કલેક્ટર ગૌરાંગ મકવાણાના સ્વાગત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ શહેરની રીજન્ટા હોટલ ખાતે ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા ભરૂચ જિલ્લાના પૂર્વ કલેક્ટર તુષાર સુમરાનો વિદાય સમારો તેમજ નવનિયુક્ત કલેક્ટર ગૌરાંગ મકવાણાના સ્વાગત સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ અને અંકલેશ્વરની 25 જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓઉદ્યોગ મંડળોના પ્રમુખ અને સભ્યોએ બન્નેIAS અધિકારીઓને પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું.પસ્થિત અગ્રણીઓએ પૂર્વ કલેક્ટર તુષાર સુમેરાના કાર્યકાળને વર્ણવી શુભેચ્છા પાઠવી હતીજ્યારે નવનિયુક્ત કલેક્ટર ગૌરાંગ મકવાણાને આવકારી શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે BDMAના પ્રેસિડેન્ટ દેવાંગ ઠાકોરસેક્રેટરી એ.કે.સહાની, BCCના પ્રેસિડેન્ટ જીવરાજ પટેલસેક્રેટરી હરીશ જોષી સહિત અન્ય હોદ્દેદારો તેમજ શહેર-જિલ્લાના પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

અંકલેશ્વર : રાજકોટમાં પ્રોહીબિશનના 3 ગુનામાં વોન્ટેડ આરોપી ક્રાઇમ બ્રાન્ચે કસ્બાતીવાડમાંથી કરી ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર એમ.પી.વાળાએ એલ.સી.બી.ના અધિકારી કર્મચારીઓને ભરૂચ જીલ્લાના તમામ પો.સ્ટે.માં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા

New Update
bff

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર એમ.પી.વાળાએ એલ.સી.બી.ના અધિકારી કર્મચારીઓને ભરૂચ જીલ્લાના તમામ પો.સ્ટે.માં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા તેમજ બહારના જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓની માહીતી એકત્ર કરી આરોપીઓ શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

જે અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી એ દરમ્યામ બાતમી મળી હતી કે રાજકોટ ગ્રામ્યના 3 અલગ અલગ પોલીસ મથકના પ્રોહીબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી  રીયાઝ ખાન ઉર્ફે મુન્નો મેહબુબખાન પઠાણ રહે, હાલ કસ્બાતીવાડ સફીકભાઈ મલેકના મકાનમાં અંકલેશ્વર શહેર તેના ઘરની બહાર ઉભો છે જેના આધારે પોલીસે દરોડા પાડી તેની ધરપકડ કરી હતી.ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને સોંપી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories