અંકલેશ્વર: અંદાડાની જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઈસ્કૂલ ખાતે  ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો

અંકલેશ્વર ના અંદાડા ગામની જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઈસ્કૂલ ખાતે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓના વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું......

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • જ્ઞાનદીપ અનુપકુંવર બા હાઈસ્કૂલમાં આયોજન

  • વિદાય સમારોહનું આયોજન કરાયું

  • બોર્ડના વિદ્યાર્થીઓને આપવામાં આવી વિદાય

અંકલેશ્વરના અંદાડાની જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઈસ્કૂલ ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટેનો વિદાય સમારંભ યોજાયો હતો. અંકલેશ્વર ના અંદાડા ગામની જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઈસ્કૂલ ખાતે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓના વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વિદાય સમારોહમાં શાળાના ટ્રસ્ટી ચીમનભાઈ પટેલ સહીતના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની ઉત્તમ તૈયારી તણાવ વગર કઈ રીતે કરવી તેની સમજણ અને સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા સાથે વિદાય આપવામાં આવી હતી આ પ્રસંગે શાળાના આચાર્ય જયેશ પટેલ સહીત શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories