New Update
ભરૂચના દહેજમાં આવેલ આરજીપીપી નામની કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી
ભરૂચની દહેજ ઔદ્યોગિક વસાહતમાં RGPP નામની કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે આગ લાગી હતી. જેથી કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. આગની ચપેટમાં કંપની બહાર ઉભેલુ એક વાહન પણ આવી જતાં તે વાહન પણ ભડકે બળ્યું હતું.આગ અંગે મેજર કોલ જાહેર થતા જ 15 જેટલા ફાયર બ્રિગેડે સ્થળ પર દોડી આવ્યા હતા.અગન જ્વાળાઓ દૂર દૂર સુધી નજરે પડતા ગભરાટનો માહોલ ફેલાયો હતો. આગ અંગેની જાણ થતાં જ સેફટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓ અને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.લગભગ અઢી થી ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.
Latest Stories