ભરૂચ: ઝાડેશ્વરના નર્મદા પાર્ક ઓવારા પર છઠ્ઠ મહોત્સવની તૈયારીઓને આપવામાં આવી રહ્યો છે અંતિમ ઓપ

ભરૂચના ઝાડેશ્વર ખાતે નર્મદા પાર્કના ઓવારે છઠ્ઠ પૂજા માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે,અને આ તહેવારની ઉજવણીના ભાગરૂપે તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.

New Update
Advertisment

ભરૂચના ઝાડેશ્વર ખાતે નર્મદા પાર્કના ઓવારે છઠ્ઠ પૂજા માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે,અને આ તહેવારની ઉજવણીના ભાગરૂપે તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.

Advertisment

ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા ઉત્તર ભારતીય પરિવારો તરફથી છેલ્લા 29 વર્ષથી છઠ્ઠ પૂજાની પરંપરાગત રીતે ઉજવણી કરાય છે. આ વર્ષે  ઝાડેશ્વરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પાસેના નર્મદા પાર્ક ઓવારા ખાતે દિનકર સેવા સમિતિ દ્વારા છઠ્ઠ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.વિવિધતામાં એકતા ધરાવતા ભરૂચ જિલ્લામાં દરેક પ્રાંતના લોકો તેમના પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરી સંસ્કૃતિને જીવંત અને ધબકતી રાખે છે.

ભરૂચ શહેર અને જિલ્લામાં સ્થાયી થયેલા ઉત્તર ભારતીય પરિવારો દિનકર સેવા સમિતિના નેજા હેઠળ 29 વર્ષ ઉપરાંતથી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પાસે નર્મદા તટ ખાતે છઠ્ઠ પુજાની ઉજવણી કરતા હોય છે. આ પૂજામાં છઠ્ઠવ્રતીઓ નદીના જળમાં ઉભા રહીને આથમતા અને ઉગતા સૂર્યને અર્ધ્ય અર્પણ કરતી હોય છે.જ્યાં જમીન સમથળ કરવા સાથે મંડપ સહિત પૂજાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

દિનકર સેવા સમિતિના પ્રમુખ ડો.જીતેન્દ્ર રાજપુતે જણાવ્યું હતું કે,ચાર દિવસીય છઠ્ઠ પુજા ઉત્સવનો પ્રારંભ થયો છે.આજે નહાખા, છઠ્ઠીએ ખરના, સાતમી એ સંધ્યા અર્ધ્ય અને આઠમીએ  ઉગતા સૂર્યને પ્રાત:અર્ધ્ય સાથે પૂજાનું સમાપન થશે. વહીવટી તંત્રના સાથ અને સહકારથી છઠ્ઠ મહોત્સવના આયોજન કરવામાં આવી રહ્યું છે.આ પૂજામાં જિલ્લાભરમાંથી  25 હજારથી વધુ  શ્રધ્ધાળુઓ ઉત્સાહ અને શ્રધ્ધાભેર ભાગ લેશે.ચાર દિવસીય કાર્યક્રમમાં 7મી નવેમ્બરની સાંજથી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે.જેમાં ઉત્તરપ્રદેશના બલિયાની ભોજપુરી લોકગાયિકા સુનિતા પાઠક તેમજ તેમની ટીમ લોકગીતોની રમઝટ બોલાવશે.આ કાર્યમાં દિનકર સેવા સમિતિના જીતેન્દ્ર રાજપુત તેમજ મધુસિંહ તથા દિનકર સેવા સમિતિના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

Latest Stories