New Update
અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીનો બનાવ
સલ્ફર મીલ કંપનીમાં આગ
ધુમાડાના ગોટેગોટા નજરે પડ્યા
ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો
સદનસીબે કોઈ જાનહાની નહીં
અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલી સલ્ફર મિલ કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. કંપનીના પ્લાન્ટ વિસ્તારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ધુમાડાના ગોટેગોટા આકાશમાં દેખાયા હતા, જેને કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સતત પ્રયાસો બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો.
પ્રાથમિક માહિતી મુજબ સ્પ્રે ડ્રાયરમાં કોઈ તકલીફ સર્જાતા આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. આગની ઘટનાને પગલે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે પણ આ જ કંપનીના અન્ય પ્લાન્ટમાં આગ લાગવાની ઘટના બની હતી જેના કારણે કંપનીની સલામતી વ્યવસ્થાઓ સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
Latest Stories