ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે ગુજરાત 100 બટાલીયન રેપીડ એક્શન ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નબીપુર પોલીસ મથકના પીઆઈ સ્ટાફ સાથે ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત 100 બટાલિયન રેપીડ એક્શન ફોર્સની ટીમ ગુજરાત રાજ્યના વિવિધ સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈ ફ્લેગમાર્ચ કરી ભૌગોલિક રચનાથી માહિતગાર થઈ રહી છે. જે અંતર્ગત તેમની એક ટૂકડી રેપીડ એક્શન ફોર્સના ડીવાયએસપી રાજેશ તિવારીની દોરવણી હેઠળ ગત ટા. 27 નવેમ્બરના રોજ ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનની મુલાકાતે આવી પહોચી હતી. આ દરમ્યાન ગામની ભૌગોલિક રચના જાણવા માટે નબીપુર પોલીસ મથક પી.આઈ. એમ.કે.પરમાર અને પોલીસ સ્ટાફને સાથે રાખી ફ્લેગમાર્ચ યોજી હતી. આ દરમ્યાન પ્રજાનો પણ સારો પ્રતિસાદ મળ્યો હતો.