New Update
/connect-gujarat/media/post_banners/2ce1bc2324586e8075c06165a0cd5e50ca8f5f911d61ef834cbe3a421e963ad3.webp)
અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.દ્વારા તારીખ 27મી જુલાઈ 2024ને શનિવારના રોજ મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવશે,જેના કારણે વીજ પુરવઠો બંધ કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ 27-07-2024ને શનિવારના રોજ DGVCL દ્વારા (1) 22 કેવી સ્ટેશન રોડ ફીડર નં.9 અને (2) 22 કેવી બાપુનગર ફીડર નં.12 નું મેન્ટેનન્સ હોવાથી આ વિસ્તારોનો વીજ પુરવઠો બંધ કરવામાં આવશે.
વિસ્તારોના નામ
તીર્થનગર, નવરંગ સોસાયટી વિસ્તાર, બાપુનગર વિસ્તાર, રામનગર, રઘુવીર સોસાયટી, પુષ્પકુંજ સોસાયટી , અક્ષર બંગલોઝ, મુક્તિ ધામ, શ્રીરામ નગર , હરિનગર બંગલોઝ, ભદ્રલોક સોસાયટી, નિરાંત નગર વિસ્તાર, હસ્તી તળાવ વિસ્તાર, ગજાનંદ સોસાયટી, શિવ દર્શન, રવિ દર્શન, હનુમાન વાડી વિસ્તાર, કમલપાર્ક, મોબિન પાર્ક, ગુલનાર, ભાગ્યોદય સોસાયટી વિસ્તાર, સરગમ કોમ્પલેક્ષ, આમ્રપાલી, નવી નગરી, આઈ.ટી.આઈ. ત્રણ રસ્તા થી સ્ટેશન રોડ તથા પિરામણનાકા વિસ્તાર, ટાંકી ફળિયા વિસ્તાર, સંજયનગર, મમતા હોસ્પિટલ વિસ્તારમાં વીજ પુરવઠો સવારે 9 કલાક થી સાંજે 4 કલાક સુધી બંધ રહેશે.
જ્યારે મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયા બાદ વીજ પુરવઠો રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે તેમ વીજ કંપનીના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.