ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ સ્થિત જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઇસ્કુલ ખાતે મફત સર્વરોગ નિદાન અને સારવાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઇન્દ્રસિંહ કાકા-બા એન્ડ કલાબુધ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત કાકાબા હોસ્પિટલ અને એશિયન પેઇન્ટ્સ લિમિટેડના સહયોગથી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામની જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઇસ્કુલ ખાતે મફત સર્વરોગ નિદાન અને સારવાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં કાકાબા હોસ્પિટલ હાંસોટ તેમજ સુરત, અંકલેશ્વર અને ભરૂચના નિષ્ણાંત તબીબોએ તેઓની અમૂલ્ય સેવાઓ આપી હતી. જેમાં આંખના રોગ, પ્રસુતિ અને સ્ત્રી રોગ, કાન-નાક ગળાના રોગ, હાડકાના રોગ, કમર-મણકાના રોગ, ચામડીના રોગ, ગુંઠણ-સાંધાના રોગ સહિત વિવિધ રોગના નિષ્ણાંત તબીબો દ્વારા દર્દીઓની તપાસ કરી મફત દવાઓ આપવામાં આવી હતી, ત્યારે મફત સર્વરોગ નિદાન અને સારવાર શિબિરનો મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો