/connect-gujarat/media/media_files/2024/12/09/13rGFLnyAAo8LawxyFN5.jpg)
હાલ ચાલી રહેલ શિયાળાની ઋતુમાં શારીરિક કસરત અને યોગનું ઘણું જ મહત્વ રહેલું છે, ત્યારે ભરૂચ જિલ્લામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના તાલીમ લીધેલા યોગ સાધકો લોકોને 110 જેટલા સ્થળોએ લોકોને યોગની તાલીમ આપીને રોગમુક્ત બનાવી રહ્યા છે.
સમગ્ર રાજ્યમાં ધીરે ધીરે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. ઠંડીની ઋતુમાં લોકો દ્વારા શારીરિક કસરત અને યોગ કરતા હોય છે. શિયાળાના ચાર મહિના લોકો વિવિધ પ્રકારના યોગ અને કસરતો કરીને પોતાના સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવતા હોય છે. શિયાળો સારા આરોગ્ય માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે. શિયાળામાં લોકો કસરત અને યોગ સમગ્ર વર્ષ દરમિયાન ઉર્જા મય રહેતા હોય છે.
આ ઋતુમાં ઠંડીના કારણે શરીરને ગરમાવો મળે તેવી એક્સરસાઇઝ કરવી ખૂબ જ જરૂરી છે, ત્યારે સમગ્ર ગુજરાતને રોગમુક્ત અને ફિટ રાખવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ભરૂચ જિલ્લાની વાત કરીએ તો, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લા કોર્ડિંનેટર ભાવિની ઠાકરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પ અને શીશપાલજીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યમાં યોગની નિઃશુક્લ કામગીરી કરવામાં આવી રહી છે.
જેમાં ભરૂચ જિલ્લામાં 110 સ્થળોએ યોગ સાધકો દ્વારા લોકોને યોગની તાલીમ આપીને યોગ શીખવવામાં આવી રહ્યા છે. જેમાં ભરૂચ શહેરમાં 80 સ્થળોએ યોગના નિઃશુલ્ક વર્ગ ચાલી રહ્યા છે. જેમાં લોકો વિવિધ યોગાસનો શીખી રોગમુક્ત બની રહ્યા છે.